સાંભવના
સાંભવના
જામમાં વાતો ભરીને આવતી,
એમ હું દરિયો તરીને આવતી.
ફુલના એવા બગીચે ઘૂમતી,
આમ તો ખૂબજ ખરીને આવતી.
જીવતરના સર્વ સુખ - દુઃખ પામવા,
હું સદા સૂરજ ધરીને આવતી.
મારેય પણ પીવી હતી સંભવના.
એટલે દીવો કરીને આવતી.
હું અને તું આમ ક્યાં જુદાં હતાં ?
વૃક્ષ માફક પાંગરીને આવતી.