STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

પ્રેમમાં સતામણી

પ્રેમમાં સતામણી

1 min
146

જ્યારે નજર હું નાખુ છું ત્યારે,

તમે જ મુજને દેખાવ છો.

તમારો ચહેરો દર્શાવી મુજને,

શીદને મને સતાવો છો ?


મધુર સ્મિત ફરકાવો ત્યારે,

આંખનો ઈશારો કરીને મુજને,

શીદને મને લલચાવો છો ?


રાત્રે જ્યારે સુતો હોઉ ત્યારે,

સપનામાં આવી સતાવી મુજને,

શીદને મને તડપાવો છો ?


મીઠે ટહુકે બોલાવો છો ત્યારે,

આંખ મિચોલી રમાડી મુજને

શીદને મને તરસાવો છો ?


યૌવનનો જાદુ ચલાવો ત્યારે,

યૌવનની અંગડાઈ લઈને મુજને,

શીદને મદહોશ બનાવો છો ?


પ્રેમ કરવા માગો છો ત્યારે,

મિલન કરવા બોલાવી "મુરલી"

શીદને અધૂરૂં રાખો છો ?


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Tragedy