શ્યામના શરણે
શ્યામના શરણે
ભૂલો પડ્યો છું આ સંસારમાં,
ભટકીને પાછો આવ્યો છું,
ખોલી દે શ્યામ દ્વાર તારા,
તારા આશરે આવ્યો છું,
તું મારો અને હું છું તારો,
કેમ તને વિસરી ગયો હું,
ભૂલો ઘણી કરી જીવનમાં,
ક્ષમા મેળવવા આવ્યો છું,
તું દયાનો સાગર છો અને,
દિનાનાથ દયાળું છો,
અવગુણ મારા માફ કરી દે,
તારો દાસ બનવા આવ્યો છું,
ભવાં ટવીમાં ખૂબ ભટક્યો હું,
સાચો રાહ જડ્યો નથી,
તારા નામનું સ્મરણ થતાં હું,
તારા શરણે આવ્યો છું,
અકળ લીલા છે શ્યામ તારી,
તે મને હવે સમજાયું છે,
તારી ભક્તિના રંગે રંગાવા,
"મુરલી" તારે દ્વાર આવ્યો છું.
