STORYMIRROR

PRAVIN PATEL

Tragedy Others

3  

PRAVIN PATEL

Tragedy Others

હકની વાત જ ન રહી દેશે

હકની વાત જ ન રહી દેશે

1 min
25

ન્યાયની, હકની વાત જ ન રહી દેશે,

સૌ એક સમાન વાત જ ન રહી દેશે !


જયાં જુઓ ત્યાં ભ્રષ્ટ તંત્ર, અધિકારી,

ઈમાનદારીની આજ નાત ન રહી દેશે !


બન્યાં કળિયુગે સૌ સ્વાર્થી ને સ્વકેન્દ્રી,

પરોપકારે ઘસાઈ મરે જાત ન રહી દેશે !


દેશાકાશે આજ ઘેરી અમાવસ્યા રાત,

વર્ષોથી ધવલપૂર્ણિમાની રાત ન રહી દેશે !


જ્યાં ને ત્યાં સંકુચિતતાના સૂર સંભળાય,

કાન્તાસુત કહે મન અમીરાત ન રહી દેશે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy