Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignasa Mistry

Inspirational

4.0  

Jignasa Mistry

Inspirational

દિવાળી

દિવાળી

1 min
136


આવી દિવાળી સૌ દીપ કરે,

આંગણ મહીં થાય, દીપ કેરું અજવાળું !

એક દીપ પણ જો ભીતરમાં થાય,

તો થાય સાચા અર્થમાં અજવાળું !


ઘરની સફાઈ અને ઘરને રે સજાવતા,

મનનાં દ્વેષોની પણ જો થાય સફાઈ,

તો થાય સાચા અર્થમાં અજવાળું !


અમીર ઘેર રોશનીને, અઢળક દીવા,

ગરીબ ઝૂંપડીએ પણ જો તેલ પહોંચાય,

તો થાય સાચા અર્થમાં અજવાળું !


દીપ, દિવાળી નવી પેઢી ના જાણે,

મહત્વ ભૂલી એ તો ફફ્ત ‘ઉજાણી’ માણે !

‘ભારતીય સંસ્કૃતિ’ કેરો મહિમા સચવાય,

તો થાય સાચા અર્થમાં અજવાળું !


સાચી ‘રંગોળી’ દિલમાં પૂરાય,

‘કાર્ય નિષ્ઠાથી’ સમાજ દીપી રે જાય !

પ્રગટે દીપમાળા ભાઈ-બહેનનો પ્રેમ સચવાય,

સર્વત્ર ‘દિવાળી’, ખુશીઓનું અજવાળું થાય !


ફેશનની દુનિયા છોડી, જરૂરિયાતમંદને મદદ થાય,

જ્ઞાનનો ‘પ્રકાશ’ ફેલે, સમાજનાં ‘કુરિવાજો’ દૂર થાય !

‘દીપથી દીપમાળા’ પ્રગટે,

ગરીબ-અમીરની ભેદરેખા બળે,

બની દીપમાળા સૌ આંગણ અજવાળીયે,

તો થાય સમાજમાં ખુશીઓનું અજવાળું ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational