STORYMIRROR

Jignasa Mistry

Inspirational Children

4  

Jignasa Mistry

Inspirational Children

પ્રભુની કરામત

પ્રભુની કરામત

1 min
291

અવિરત ફરતી અવનિ પર,

નિત ઊગતો આથમતો,

રવિ, શશી સઘળી પ્રભુ કેરી કરામત !


વિધવિધ પંખી કલરવ કરતા,

ફૂલો મહીથી ભમરાં રસ ચૂસતા !


નદી, તળાવને અગાઢ સમંદર, 

તરુવર વિધ રંગ સુગંધે ભાસતાં !


પ્રકૃતિના સોળે શણગાર,

છે પ્રભુ કેરી કરામત !

 

પાક લીલોને ફળો રસાળા !

દાડમ, નાળિયેરની સુંદર કાયા !


જાતજાતના પક્ષી અને પ્રાણી, 

ગગન ધરાને જળમાં સમાણાં !


આટલી કરામત હોય એમ ઓછી,

જ્ઞાન અર્પી ઘડી મનુષ્યની કાયા !


કેવું રૂડું શરીર તે દીધું,

રહસ્ય ના કોઈ પામે અચરજ કીધું !


શ્વાસ ભરીને શ્વાસ હણે,

કરામત અવનવીનો કોઈ મોલ ના જાણે !


પ્રભુની કરામત છે અનંત, 

કરામત અવનવી, 

સકળ જગ જાણે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational