મચ્છુ
મચ્છુ
મચ્છુ તારાં ખોળે અકલ્પિત થયું,
કે કાળનો કોળિયો જીવતર થયું,
કે હાસ્ય રુદનમાં ફેરવાયું !
મચ્છુ તારાં નામને કર્યું બદનામ,
ઝૂલતાં પુલે મોત ઝૂલ્યાં,
કે હાસ્ય રુદનમાં ફેરવાયું !
દિવાળીનો ચળકાટ, હૈયે ઉમંગ અપાર,
ખુશહાલીનો તહેવાર, માતમને સંગાથ,
કે હાસ્ય રુદનમાં ફેરવાયું !
કોના માથે હોનારતનો દોષ,
એકબીજાને જયાં દેતાં સૌ દોષ,
કે હાસ્ય રુદનમાં ફેરવાયું !
છેલ્લી સેલ્ફીને છેલ્લો વીડિયો,
સમાજને એ પાઠ ભણાવતાં,
કે હાસ્ય રુદનમાં ફેરવાયું !
ગત જીવની સદગતિ પ્રાર્થીએ,
દુર્ઘટનાથી બોધ મેળવીએ,
ભાતૃત્વની ભાવના કેળવીએ,
કે હાસ્ય રુદનમાં ફેરવાયું !
