STORYMIRROR

urvashi trivedi

Tragedy Inspirational

3  

urvashi trivedi

Tragedy Inspirational

પોતાના

પોતાના

1 min
34

ડાળી, ડાખળા, ફળ, ફૂલથી લચેલું ઘટાટોપ વૃક્ષ,

અભિમાનીત થઈ રહ્યું છે પોતાના પર,


આકાશમાં વાદળો સાથે ગમ્મત કરતાં કરતાં,

ગર્વિત થઈ રહ્યું છે પોતાના પર,


કઠિયારાએ કુહાડીના ઘા માર્યા,

જમીનદોસ્ત થઈ ગયું ઘટાટોપ વૃક્ષ !


આંસુ સારી રહ્યું છે વૃક્ષ પોતાના પર,

આવી આકાશે પૂછ્યું શાને આંસુ સારે,


તને તો બહુ ગર્વ હતો તારા પોતા પર,

જવાબ આપ્યો વૃક્ષે આકાશને,


જમીનદોસ્ત થવા પર આંસુ નથી સારતો,

હથિયારનો હાથો બન્યા છે 'મારા પોતાના',


માટે આંસુ સારી રહ્યો છું મારા પોતાના પર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy