ગાંધી
ગાંધી


આજેય નિશાળમાં રોજ ભણાય છે ગાંધી.
ખાદીમાં પણ નામ તારું વણાય છે ગાંધી !
સત્ય, અહિંસા, ચોરી ન કરવી ધર્મ જગાડ્યો,
લોકોમાં આજે કશું એવું ક્યાં જણાય છે ગાંધી !
ઊંચ-નીચના ભેદભાવ મિટાવવા જાત હોમી.
ધર્મના નામે જો તલવાર તણાય છે ગાંધી !
ત્રણ ગોળીઓથી દેહ તારો વીંધાઈ ગયો.
હવે રોજ ભારતનો 'આત્મા' હણાય છે ગાંધી !
ખુરશીની ચાહતમાં નામ તારું વટાવેને,
પાક પછી 'મત' નો કેવો લણાય છે ગાંધી !
લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર રોજ થાય છે.
પણ સ્મારક તારું ફરી ના ચણાય છે ગાંધી !