કૂંપળ એક
કૂંપળ એક
કુંપળ, એક ફૂટી ગુલાબમાં,
ભાઈ ભાંડુ, આનંદિત થયા મનમાં !
પતંગિયાં, ઊડયાં ચમનમાં,
માળી, માવજત કરે ઉપવનમાં !
કૂંપળ, બની કળી હરખમાં,
માનવીની, નજર પડી લાલચમાં !
અરે, આ શું થયું ઉપવનમાં ?
કળી, મુરઝાઈ ગઈ ”ખીલવામાં” !
ચમન, ચિતકારે વિરહમાં,
હે, પ્રભુ આપ સદબુધ્ધિ માનવમાં !