STORYMIRROR

Dr.Sarita Tank

Tragedy Inspirational

3  

Dr.Sarita Tank

Tragedy Inspirational

વૃદ્ધાશ્રમ ?

વૃદ્ધાશ્રમ ?

1 min
127

કહાની છે આતો જીવંત સમયની,

નથી કોઈને આજે જરૂરત પણ એની,


વહાવી હશે જેણે વહાલોની સરિતા, 

નથી સંતાનો જેની કદર પણ કરતા,


એવા આતમના ભવના દુઃખી આ,

હંમેશાં અંતરથી દુવાઓ જ કરતા,


માની નસીબની સઘળી આ મહતા,

જીવન સુખેથી વ્યતીત જ કરતા,


પરંતુ ખરેખર સુખી તો નથી આ,

ભીતરના દાવાનળથી એ જલતા,


ભલે ને રહે એ સ્વજનોની સંગે,

છતાંયે ના એકલતાની શિકાયત કરતા,


સંસારની કેવી વરવી કરુણતા,

સંતાનને આ જન્મદાતા જ નડતા,


ખાતા લથડિયા કદી પડતાં આખડતાં,

મનડાનાં આળા મૂંગી વેદનાઓ રડતાં,


તેના થકી આવા ભવનો(વૃદ્ધાશ્રમ) બનતાં,

જે માતા પિતાના દિલે કારમો ઘા કરતા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy