કલરવનું અસ્તાચળ
કલરવનું અસ્તાચળ
એક સૂરીલાં નતૅનને ઓઢી ચકલી યુગલ માળો બનાવે
તણખલા, દોરાની આટી, રૂના એ આસન બિછાવે
વહેલી સવારે ઉઠીને કલરવ, જાણે મીઠાં ગીતો ગાયે
મગ-ચોખાને બીજા કણક ચણતાં-ચણતાં રાજી થાએ
દિવસ આખો કૂદાકૂદને રાતે તો એ પોઢી જાએ
આમ, સૂરીલાં દિવસો એનાં સુખમાં વિતતા જાએ
એક દિન અચાનક કલરવ આક્રંદમાં પલટાએ
યુગલનુ એક પંખી અચાનક માળામાં મૌન થઈ જાએ
આવું આ દ્રશ્ય દેખીને પારાવાર અચરજ જો થાએ
શું ઘટિત આ ઘટના ?
કેમ સૂર એકજ ને પાછો નિત્ય કરતા જુદું સંભળાએ
અનેક વિચાર એવા કરીને માળો જોવા મન ફરીથી જાએ
ઓચિંતો ત્યાં તો ચકલીનો નશ્વર દેહ ભૂમિ પર પટકાયે
ઓચિંતો એક મૌન નિસાસો હૃદયમાંથી નીકળી જાએ
ચકલીનો સુંદર માળો આ આમ, અચાનક કાં પિંખાયે !

