મા
મા
શું લખું તારા માનમાં,
શબ્દો ઓછા પડે છે.
વાણીની મીઠાશ જોઈને,
મધ પણ મોળા પડે છે.
આંખોની લાગણી જોઈને,
અમૃત ઝાંખા પડે છે.
હાસ્ય સોહામણું જોઈને,
ગુલાબ મુરઝાઈ ઢળે છે.
હેત ભરેલો હાથ તારો,
જ્યારે માથે ફરે છે.
સ્વર્ગનાં સુખ સોહામણા,
ત્યારે મને મળે છે.
મસ્તક મારું તારા ચરણોમાં,
રોજ નમન કરે છે.
એમાં તારી મૂર્તિ જોઈને તો,
ઈશ્વર પણ નમન કરે છે.
ચરણે પડે છે.
