બાળપણ ચાલ્યું ગયું
બાળપણ ચાલ્યું ગયું
કરમાયેલા ફૂલોના હજી સુગંધ વસે છે,
સુની થયેલી શેરીઓમાં હવે બાળપણ ક્યાં હસે છે,
કપાયેલા વૃક્ષોની ડાળી ઉપર અદ્રશ્ય ફળ ઉગે છે,
પ્રભાતિયા ગવાતા નથી પડવાની એટલે હવે પક્ષી ક્યાં ટળવળે છે,
શહેર બધા મશીન થઈ ગયા હવે ક્યાં માણસ જોવા મળે છે,
માત્ર પૈસા જ લક્ષ થઈ ગયું બધાનો એટલે શાંતિ ક્યાં મળે છે.
