STORYMIRROR

Nana Mohammedamin

Inspirational Others

3  

Nana Mohammedamin

Inspirational Others

કાંઈ નહીં

કાંઈ નહીં

1 min
205

ખુશી આપી ના શકો તો કાંઈ નહીં પરંતુ રુદન ના આપો,

સાથે ચાલી ના શકો તો કાંઈ નહીં પરંતુ આડ-ખીલી ના બનો,


આ દુનિયા બધી જ ચાલ ચલન જાણે છે દોસ્ત,

સત્ય કહી ના શકો તો કાંઈ નહીં પરંતુ જૂઠી કહાની ના કહો,


મુલાકાત બહુ કરી ક્યારેક ખુદને ખુદથી મળી લો બસ,

દોષી બની ના શકો તો કંઈ નહીં પરંતુ અન્યને દોષિત ના કરો,


ખામીઓ તો ઘણી શોધી જરા ખૂબી શોધી લઈએ,

તાળી પાડી ના શકો તો કંઈ નહીં પરંતુ કોઈને ગાળો ના આપો,


આ માલ મિલ્કતનો નશો તમને જ મુબારક વ્હાલા,

સુખ સહી ના શકો તો કાંઈ નહીં પરંતુ રૂઆબથી દુ:ખી ના કરો,


નફરતની દુર્ગંધ લાગી ગઈ "નાના"ની રિશ્તેદારીને,

વફા કરી ના શકો તો કાંઈ નહીં પરંતુ ખોટી જફા ના કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational