દીકરી ઘર નો દીવો
દીકરી ઘર નો દીવો
જયારે દીકરીનો જન્મ થયો,
ત્યારે જ પારકી થાપણ કહેવાણી,
ત્યારે દીકરી ઘરનો દીવો કહેવાણી.
જયારે દીકરી થોડી મોટી થઇ,
ત્યારે પિતાની બાજુમાં ઉભી રહેતી થઇ,
ત્યારે દીકરી ઘરનો દીવો કહેવાણી.
જયારે દીકરી વીસ વર્ષની થઇ,
ત્યારે આવ્યો સબંધ,
ત્યારે દીકરી ઘરનો દીવો કહેવાણી.
જયારે દીકરી ત્રેવીસ વર્ષની થઇ,
ત્યારે લગ્ન કરવાનો આવ્યો અવસર,
ત્યારે દીકરી ઘરનો દીવો કહેવાણી.
જયારે દીકરીની વિદાય વેળાએ,
પિતાની આખમાં આવ્યા આંસુ,
ત્યારે દીકરી ઘરનો દીવો કહેવાણી.
જયારે દીકરી સાસરે ગઈ અને,
પોતાના પિતાના ઘરનું ફળીયુ સાથે લેતી ગઈ,
ત્યારે દીકરી ઘરનો દીવો કહેવાણી.
જયારે દીકરીની અંત ઘડી આવી,
ત્યારે પિયરની છેલ્લી ચૂંદડી ઓઢી,
ત્યારે દીકરી ઘરનો દીવો કહેવાણી.
