ભાઈ નો ખાલીપો!
ભાઈ નો ખાલીપો!
દરિયામાં ઝૂમતી એકલી ને પગ એમાં બોળતી જયારે,
ત્યારે લાગતો મને મારા ભાઈનો ખાલીપો,
મેળામાં ફરતી એકલી અને ચક્ડોળમાં બેસતી જયારે,
ત્યારે લાગતો મને મારા ભાઈનો ખાલીપો,
લાગણીઓનો ગુસ્સો અને લાગણીઓનો પ્રેમ યાદ આવે જયારે,
ત્યારે લાગતો મને મારા ભાઈનો ખાલીપો,
વિદાય વેળાએ બધાં જ મળતાં અને ગળે મળીને રડતી હું જયારે,
ત્યારે લાગતો મને મારા ભાઈનો ખાલીપો,
શ્રાવણની પૂનમની રક્ષાબંધનની રાખડી જયારે,
ત્યારે લાગતો મને મારા ભાઈનો ખાલીપો.

