પાણી પુરી
પાણી પુરી
પાણી તું મોઢામાં લાવે,
આંગળીઓથી કાણા પડાવે.
ભીખ મંગાવતી કોઈક પાસે તું,
રાણી ફુટપાથની તું.
નવીન પ્રકાર ના પાણી લાવે,
પણ પછી મારા મોઢામાં પણ પાણી લાવે.
બાળથી લઇને વૃદ્ધ સુધી બધાને ભાવે તુ,
લારી પર જોઇને પાણી પાણી થાવ હું.
તને ખાય ને સવર્ગવાસી થઈ જાવ હું,
જેનું પાણી પુરી નામ છે તું.
