STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

યાદોનું ઘર

યાદોનું ઘર

1 min
399

મારાં દિલમાં તમારી યાદો ઘર કરી જાય છે,

પછી તો આંખોને ક્યાં બીજું કશું દેખાય છે !


હવે તો ચલાવી લેવું પડે છે માત્ર તસ્વીરોથી,

ચાહું તોય હવે ક્યાં એમને મળવા જવાય છે !


સફર કેમ કાપી શકું લાંબા આ જીવનપથની,

એક ડગલું ચાલે ને ત્યાં જ એ અટવાય છે !


ને સાદ આપું તોય પહોંચી શકે ના ત્યાં સુધી,

મારી વાતો હવે તો એમની ભીંતે અથડાય છે !


મળે જો ઈશ્વર તો પૂછી શકે એ વાત 'ઉમંગ',

તારાથી કેમ આવું કોઈનું કિસ્મત લખાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy