STORYMIRROR

Komal Talati "Shashi"

Fantasy Others

4  

Komal Talati "Shashi"

Fantasy Others

થડની પીડા

થડની પીડા

1 min
288

પીળું એક પાન ખર્યુ આજે જ્યારે,

મુજ ડાળી પરથી છુટું થઈ આજ.


જ્યારે ઊગ્યું હતુ એ કૂંપળ સ્વરૂપે,

ખુશીથી ઝુમ્યો હતો હું પવન સાથે.


મારા થડની ડાળીની શોભા વધારતો,

આજે એ પાન જોને ખરી ગયો.


આવ્યુ હતુ એક સુંદર ફુલ તેના પર,

ફળો જ્યારે ઉગતા મીઠા મધુર કેવા.


તેના હુંફમાં મળતો આશરો મજાનો,

અબોધ અવનવા પંખીઓને જાણે.


સમય આવ્યો છે જોને આજ જ્યારે,

થયા છે મારા એક એક પાન વિખૂટા.


ઉભો હું રસ્તાની પાર એકલો અટુલો,

નથી સમજાતી મારી પીડા કોઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy