પ્રણય
પ્રણય
રાત બાકી છે ને બાકી છે આપણી વાતો,
તિમિર પંથે કરતો હું સાદ તને જોને...
હજુ ઘૂંટાયો હતો પ્રેમનો એકડો મુજમાં,
ત્યાં તમે સાથ છોડી ચાલ્યા ગયા મુજથી...
ફલક પર થયો છું તારા પ્રેમમાં વિહવળ,
માનવ મહેરામણમાં થયો બધાથી વેગળો...
છે આસ બાકી પ્રણયમાં તને જોવાની હજુ,
બેલગામ દિલની ધડકનોને કેમ કરી સમજાવું...
હજુ કંઈક તો બાકી છે તારી ને મારી વચ્ચે,
જોને તને જોવા ઝંખતી અશ્રુભીની આંખો...
રાત બાકી છે ને બાકી છે આપણી વાતો,
તિમિર પંથે કરતો હું સાદ તને જોને.

