STORYMIRROR

Komal Talati "Shashi"

Romance

3  

Komal Talati "Shashi"

Romance

હું અને તું

હું અને તું

1 min
45

હું અને તું મટીને જયારે આપણે 'અમે' બન્યાં,

તને યાદ છે એ પહેલી વાર વરસાદમાં પલળવાનો હરખ,


આસપાસનું ભાન ભૂલી ને એકમેકમાં પરોવાવું,

રાત્રીનાં એ ઉજાગરા, એ લાંબી ચાલતી આપણી વાતો,


એ એક જ પડિયામાંથી જ તીખી મીઠી પકોડી ખાવી,

એકબીજાના રીસામણા મનામણા યાદ છે તને,


એક મીઠા સંભારણા જયારે યાદ આવે છે ત્યારે આંખોમાં પ્રેમ અને હરખનાં અશ્રુ છલકાઈ જાય છે,


ફરી એક વખત તારા પ્રેમમાં પાગલ થઈ એ ક્ષણ ફરીથી જીવું,

એકબીજાને લખાયેલા એ પ્રેમપત્રોમાં કરેલી પ્રેમની કબુલાત... 


એજ પ્રેમપત્રો આજે એક મીઠી યાદ બની,

અશ્રુઓ ને નમ કરી જાય છે તારી હું જ એ પ્રેમ દિવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance