વાસ્તવિકતા
વાસ્તવિકતા


જિંદગી તું કેમ છે આટલી મોંઘી...
તે મલકાઈ જાણે અભિમાનથી,
કહ્યું કંઈક એવું કે માનવીને,
હું સસ્તી હોત તો કદર હોત મારી...?
જિંદગી તું કેમ છે આટલી મોંઘી...
' પામવું ' કેમ છે તું આટલું અઘરું...
તે મલકાયું જાણે અભિમાનથી,
જો ' પામવું ' હોત સહેલું તો,
જિંદગી સહેલી થઈ જાય...
માનવી ને માનવીની જરૂર ન રહે,
કોઈ અમીર ગરીબ ના રહે...
' વિશ્વાસ ' કેમ છે તુંં આટલું કમજોર..?
તે મલકાયું કંઈક અભિમાનથી એવું,
છે ' વિશ્વાસ ' કમજોર એટલે જ,
આજે છે માનવી એકલો અટુલો...
જિંદગી તું કેમ છે આટલી મોંઘી.