STORYMIRROR

Komal Talati "Shashi"

Inspirational Others

4  

Komal Talati "Shashi"

Inspirational Others

પપ્પા મારાં જગથી નિરાળા

પપ્પા મારાં જગથી નિરાળા

1 min
165

છું હું એમની વ્હાલી દીકરી

સૌથી લાડકી હું મિત્ર એમની

પપ્પાની હું આંખોનો તારો

પપ્પા મારાં જગથી નિરાળા...


લાગણી, સ્નેહ વરસાવતાં

કદિ ન થતાં ગુસ્સે મારાથી 

પપ્પા છે મારાં અભિમાન

પપ્પા મારાં જગથી નિરાળા...


છે મારી ખુશીઓની દુનિયા

એમની દુનિયામાં રાજ મારું

હસતી રમતી એમનાં ખોળે

પપ્પા મારાં જગથી નિરાળા...


વિહરવા આપી પાંખો મને

આંખોમાં ભળી અનેક સપનાં

વિશાળ જગતને જીતવા ને

પપ્પા મારાં જગથી નિરાળા...


પપ્પાએ જોયેલાં જાગતી આંખે

કરવાં છે બધાં જ સપનાં પૂરા

રહેવું સદા એમનાં છાંયડે

પપ્પા મારાં જગથી નિરાળા...


છે એટલી પ્રાર્થના પ્રભુજી મારી

હસતાં રહે હોઠ સદા એમનાં

નિરોગી એમની કાયા રહે સદા

પપ્પા મારાં જગથી નિરાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational