ગઝલ... " વૃદ્ધ થયો છું..."
ગઝલ... " વૃદ્ધ થયો છું..."
આંખોથી ઓછી થઈ છે ચેતના,
ઊંચુ સાંભળવાની થઈ છે વેદના,
ભૂલ પણ થઈ ગઈ છે ઓછી આમ તો,
તનથી શ્વાસો થ્યા છે થોડા વેગળા...
શક્તિ પણ પહેલા જેવી રહેતી નથી,
ના મરાતા પણ વધારે ઠેકડાં...
બસ ગણતરીના જ બાકી શ્વાસ છે,
હું ગણું એકેક કરીને ટેરવાં...
પ્રિય પુસ્તકના ફર્યાં તાં' પાનને,
વાંચતા હું સૂઈ ગયો છું લેશમાં...
સાથ રહેતાં પ્રિયજન મારા બધા,
તેવી ઈચ્છા રાખવી તો વ્હેમનાં...
શ્વાસ મારા તો થવા લાગ્યા ધીમા,
એટલું વિચારતો હું એકલા...
વૃદ્ધ હું આજે થયો છું એટલો,
પણ નથી કરવા જીવનમાં વેવલાં.