STORYMIRROR

Komal Talati "Shashi"

Romance

4  

Komal Talati "Shashi"

Romance

સાંજ ઢળતા

સાંજ ઢળતા

1 min
374

સાંજ ઢળતા મળવા આવી શકો તો આવો,

નદી તીરે મુજ મળવા આવી શકો તો આવો,


થનગનાટ કરે છે જે હ્દય આજ તારા પ્રેમમાં,

સ્પર્શથી મને ભીંજાવા આવી શકો તો આવો,


બેસવું છે તુજ ખભે માથુ રાખી સપના સજાવા,

મુજ જીવનમાં રંગ ભરવા આવી શકો તો આવો, 


રહેવુ છે તુજ પ્રેમમાં ચકોર બની તુજ પ્રેયસી,

સાથ નિભાવા જો પ્રેમમાં આવી શકો તો આવો,


બેઠી તારી રાહ જોતી એ નદી તીરે વાટ જોતી,

નદી તીરે મુજ મળવા આવી શકો તો આવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance