આઝાદ મન
આઝાદ મન




આભ ઊડતાં મુક્ત પંખીને તું અપનાવી શકે,
મુક્ત પાંખોને પછી ક્યાં કોઈ બંધાવી શકે,
દૂર મારાથી થયો છે ક્યાંય દેખાતો નથી,
જો રહે સાથે કદાચે તોય ભરમાવી શકે,
પુષ્પ ખીલ્યાં છે; બગીચે નહી રણમાં હવે,
આ સુવાસીતા પછી તું ક્યાંય અંબાવી શકે,
પિંજરામાં એક પંખી જેમ રાખી'તી મને,
તો હજું મુક્તિ થવાં માંટેય લલચાવી શકે,
કાશ મારે પણ હવે ઊડવાતણી પાંખો મળે,
તોય કોમલ આભને મનભર ઘણું માણી શકે.