ગયું તો શું થયું ?
ગયું તો શું થયું ?
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું ?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું ?
જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો,
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું ?
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
pan style="background-color: rgba(255, 255, 255, 0);">ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું ?
જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું ?
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું ?