STORYMIRROR

Priti Shah

Fantasy Inspirational

4  

Priti Shah

Fantasy Inspirational

અંતરનું ચોમાસું

અંતરનું ચોમાસું

1 min
409

દિલમાં ભલે ખળખળ દરિયો વહેતો હોય,

એનાં પાણીને આંખો સુધી રેલાવાં જ ન દ્યો.


અંતરથી ઉજાગર કરી ભીતરનાં સળવળાટને,

નિચોવીને, કલમ થકી કાગળ પર ઉતારી દ્યો.


જોરદાર એક ઝાપટું આવે ને ભીતરને ભીંજવી જાય,

મોસમ સાથે હરખાઈને હૈયે ચોમાસાને ઉગવા દ્યો.


વૃક્ષની સાથે મનમાં પણ નવી કૂંપળો ફૂટશે,

ભીની માટીની મહેંકે જીવનને સુવાસિત થવા દ્યો.


વરસાદી સાંજે ધોધમાર વરસાદે હેલી ઉમડશે,

મનો મસ્તિષ્કમાં એનો થનગનાટ અનુભવવા દ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy