STORYMIRROR

Priti Shah

Inspirational

3  

Priti Shah

Inspirational

આવું હોય

આવું હોય

1 min
220

બોલવામાં કોઈને ક્યાં માપ જેવું હોય છે ?

શબ્દ કે વાક્યોમાં તો ક્યાં વ્યાપ જેવું હોય છે ?


કોઈ અંતરમાં શું યે રાખી ગમે તેવું કરે

હોય દેખાતું ભલે એ જાપ જેવું હોય છે.


લાગતાં તો હોય દેખાવે ઘણાંયે સારાં

તોય સ્વભાવમાં કંઈક તાપ જેવું હોય છે,


જીભમાં હોય મીઠાશ ગમે તેટલી પણ

તેનાં મનમાં ઝેર પણ સાપ જેવું હોય છે,


પાંપણોમાં બંધ રાખે એ મધુરું સોણલું

પણ છત્તાં હૈયે એ કઠોર બાપ જેવું હોય છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational