Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Shah

Others

3  

Priti Shah

Others

સુંદર વાત મારી રાખજો

સુંદર વાત મારી રાખજો

1 min
201


એક સુંદર વાત, મારી રાખજો;

ને મને પ્રીતમજી, પ્યારી રાખજો.


જેમ ખીલે છે, ચમનમાં ફૂલડાં;

ખીલવા અંતર, કયારી રાખજો.


હોય મનમાં રંજ કે, રાખે ભરમ;

મૌનમાં સંવાદ, સાધી રાખજો.


આવ-જા વિશ્વાસની રહે પ્રેમથી;

એક એવી, શીત બારી રાખજો.


રોજ મ્હેફિલો સજે, બસ આપણી ;

હા, હૃદયમાં આશ સારી રાખજો.


દર્દ મળશે પણ ખરા થોડા છતાં ;

અંતમાં, અંતરને ઠારી રાખજો.


દુ:ખનાં તૂટી શકે, ડુંગર ભલે;

આ 'અમી-પ્રીતો' અમારી રાખજો.


Rate this content
Log in