STORYMIRROR

Priti Shah

Fantasy Inspirational

4  

Priti Shah

Fantasy Inspirational

સત્ય

સત્ય

1 min
226

પ્રેમનાં મ્હેલો ચણાવી લો હવે ;

નામ હૈયામાં જડાવી લો હવે.


નીલ આભાસી મહીં સ્વપ્નો તણું ;

જોઈએ છે જે, ગણાવી લો હવે.


દુનિયામાં તો, દુ:ખી સૌ કોઈ છે ;

આંસુ છૂપાવી, હસાવી લો હવે.


કેળવી સંયમ થકી, બસ જાતને ;

ખુદ નિભાડે ચડાવી લો હવે.


આ 'અમી-પ્રીત' જ રહેશે સંગમાં ;

છે સત્ય, મનમાં મઢાવી લો હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy