જોઈએ
જોઈએ
પ્રેમ કરવા દિલ મજાનું જોઈએ,
એક ઝોંકું બસ, હવાનું જોઈએ.
ઉકળે લોહી ઘણુંયે આપણું,
દુ:ખ જ્યારે પણ સગાનું જોઈએ.
કોઈ તો ફિકર કરે ના આપણી,
આપણે જ્યારે બધાનું જોઈએ.
ગટગટાવ્યા ઘૂંટડા કડવા સદા,
પણ મીઠું બનવા બહાનું જોઈએ.
ના કશું માંગુ ભલે ના સાથ દે,
બસ, વચન એક જ વફાનું જોઈએ.

