હે ! નારી તું ઊઠ
હે ! નારી તું ઊઠ
હે ! નારી તું ઊઠ,
કોઈનું કામ ફરજ સમજીને કરે તો ઠીક,
બાકી, ક્યાં સુધી ? કોઈની તાનાશાહીમાં
કાયમ માટે દબાયેલી રહીશ.
કોઈની સેવાચાકરી કરે ત્યાં સુધી તો ઠીક,
બાકી, ક્યાં સુધી ? કોઈના કડવા વેણ
સાંભળીને કચડાયેલી રહીશ.
કોઈકની લાગણી જાણે ત્યાં સુધી તો ઠીક,
બાકી, કયાં સુધી ? તારી લાગણીઓને દબાવીને
મનમાં ને મનમાં મૂંઝાયેલી રહીશ.
કોઈની કહયાગરી થઈને રહે ત્યાં સુધી તો ઠીક,
બાકી, ક્યાં સુધી ? કોઈને સારું લગાડવા
અંતરમનથી ગભરાયેલી રહીશ.
કોઈનો પડયો બોલ ઝીલે ત્યાં સુધી તો ઠીક,
બાકી, કયાં સુધી ? કોઈના આધિપત્ય હેઠળ
આમ ને આમ મૂરઝાયેલી રહીશ.
હે ! નારી તું ઊઠ,
ક્યાં સુધી ? કયાં સુધી ?
અંતરની વેદનાઓને
તારી ભીતર ધરબાયેલી રાખીશ.
હે ! નારી તું ઊઠ, તું ઊઠ, તું ઊઠ.
