STORYMIRROR

Hiren Maheta

Fantasy Inspirational

4  

Hiren Maheta

Fantasy Inspirational

ઉજવીએ જન્મારો

ઉજવીએ જન્મારો

1 min
52

ચાલ, આપણે જીતતા જઈએ ભવોભવનો ભારો, 

હસતા રહીને અડખે પડખે ઉજવીએ જન્મારો.


દુઃખ વહે કે સુખ રહે, પણ આપણ બેઉ ભેગા,

દૂર કરીએ ભૂલ ભરેલી સુખદુઃખની રેખા,

ચાલ, હવે તો ફેંકી દઈએ અંતરનો ઉભારો,

હસતા રહીને અડખે પડખે ઉજવીએ જન્મારો.


એક તરફ તો ભૂલભરેલી આ જીવનની ખાઈ,

બીજી બાજુ ડસતી મનને ઝેરી અદેખાઈ,

તું કહે તો એની સામે કરીએ જો દેકારો,

હસતા રહીને અડખે પડખે ઉજવીએ જન્મારો.


જીવનમાં હરપળ ભલેને હારની બાજી મળતી,

થોડુંક ઝીણું જોતા સાથે જીત તો સામે જડતી,

મનના વૈભવનો એ સાથે રેલાશે ચમકારો,

હસતા રહીને અડખે પડખે ઉજવીએ જન્મારો.


હવે આપણ સાથે ગાવું મનમોજીલું ગીત,

જેની સાથે વહેતું રહેતું આ જીવન સંગીત,

ત્યારે જઈને તારો-મારો ઉભરશે સિતારો,

હસતા રહીને અડખે પડખે ઉજવીએ જન્મારો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy