STORYMIRROR

Hiren Maheta

Romance Fantasy

4  

Hiren Maheta

Romance Fantasy

રજવાડું માંગી લીધું

રજવાડું માંગી લીધું

1 min
57

તૂટી પડેલા પેલા તારાને જોઈ, 

એણે રજવાડું આયખાનું મોઢે ચડીને માંગી લીધું,

ઢાળેલી પાંપણોમાં કુંપળ મ્હોરેલી એણે, 

મનગમતા ઓરતાને બાથે ભરીને આંજી લીધું.


ખુલ્લામાં બેઠેલી એની એ નજરોમાં,

આકાશે તારલું તૂટ્યું,

એ તો વિચારે કે માંગવાનું શું હવે ?

ને ઓચિંતું ફૂલ એક ફૂટ્યું,


જિંદગીના કોરાકટ રાખેલા પાના પર, 

એણે હળવેથી ફૂલ એક શમણા ભરેલું ટાંગી દીધું, 

તૂટી પડેલા પેલા તારાને જોઈ, 

એણે રજવાડું આયખાનું મોઢે ચડીને માંગી લીધું.


આંખો માંડીને એ તો જોતી આકાશે,

ને એને પરીઓની જેમ પાંખો ફૂટી,

અંતરના મોરલાના થનગનતા તાલ પર,

એ ઢેલડીની જેમ જઈ ઉઠી,


વર્ષોથી જોયેલું આંખોનું સપનું, 

એણે રેશમના ફૂલ પર બ્હાવરી બનીને ઢાળી દીધું,

તૂટી પડેલા પેલા તારાને જોઈ, 

એણે રજવાડું આયખાનું મોઢે ચડીને માંગી લીધું.


માંગતા તો માંગ્યું પણ મનમાં ને મનમાં,

એ તો શરમની લાહ્યમાં લાજી,

‘શું રે કરું રે હું તો ! દઈ બેઠી દલડું,

ને વાત મારી આકાશે ગાજી’,


બહુ રે વિચારી એણે ચહેરાનું સ્મિત, 

એના નવરંગી લહેરીયામાં ફટ કરતાં સંતાડી દીધું,

તૂટી પડેલા પેલા તારાને જોઈ 

એણે રજવાડું આયખાનું મોઢે ચડીને માંગી લીધું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance