સ્ત્રી એટલે શું?
સ્ત્રી એટલે શું?
કળાનું ગૂંથણ કરવાવાળી 'સરસ્વતી',
મનને મોહી લે તે 'મોહિની.
ઘરમાં સમૃદ્ધિ અને સંસ્કાર લાવે તે 'લક્ષ્મી',
નક્ષત્રને બદલવા વાળી 'રોહિણી'.
રક્ષા કરે તે 'દુર્ગા'.
રાક્ષસોને મારનારી, નાશ કરનારી 'કાત્યાયની'.
જેણે ગણપતિ, કાર્તિકેયને માતારૂપી મમતા આપી તે 'પાર્વતી',
હંમેશા સન્માનમાં લડી ને સન્માન મેળવતી 'દક્ષાયની'.
હંમેશા કૃષ્ણેને પ્રેમ કરવાવાળી 'મીરાં',
ચંડ - મૂંડ અને રક્તબીજનો ક્રોધથી નાશ કરનારી એ 'કાલી'.
પ્રેમ ભાવથી સાચવતી 'સાવિત્રી',
પ્રતિશોધ, વળતર લે એ જ પાંચ પતિની એક 'પાંચાલી'.
આખા જગતનું પાપ ધોએ તે 'ગંગોત્રી',
જ્ઞાનનુ પ્રતીક એટલે મા 'ગીતા'.
કૃષ્ણના પ્રેમમાં ત્યાગ કરનારી 'રાધા',
સન્માન, હંમેશા મર્યાદામાં રહેતી નિષ્ઠાવાન દેવી 'સીતા'.
