હક છે તને
હક છે તને
તારી આંખોમાં મારી જબરદસ્તી આંખો પોરવી લે,
મારા મસ્ત ગાલો પર સરસ ચુંબન આપી દે,
હક છે તને...!
બીજાનો ગુસ્સો મારા પર ઉતારી લે,
પણ મારા ખોળામાં તારું રોયેલું મો રાખી દે,
હક છે તને...!
મારા ખભા પર તારું માથું રાખી દે અને જ્યારે ટેન્શનમાં હોય ત્યારે સોલ્યુશન માંગી લે,
હક છે તને...!
આ વાત તો થઈ આપણા હકની પણ તું તરછોડીને જા તે કદાપી એ હક નથી તને, તે હક છે ફક્ત મને...!

