Exam
Exam
એક્ઝામ તો આવે ને જાય,
એમાં તો આ સ્ટુડન્ટો મૂંઝાઈ જાય,
કયું ચેપ્ટર, ક્યાંનું ચેપ્ટર, ક્યાંથી ચાલુ થાય,
અને આવા ભૂલભૂલમાં સ્ટુડન્ટને ચક્કર આવી જાય,
સબ્જેક્ટની વાત આવે એટલે મૂંઝવણ ઊભી થઈ જાય ત્યારે,
ગુજરાતીમાં નરસિંહ ને અંગ્રેજીમાં સેક્ષ્પિયર
વિજ્ઞાનમાં ન્યુટન ને સમાજમાં હુમાયુને જોઈને ચક્કર આવી જાય,
જયારે આવા બધા મહાન પુરુષની વાત થાય,
ત્યારે આવા ભૂલભૂલૈયામાં સ્ટુડન્ટને ચક્કર આવી જાય,
તેમાં પાછું આવે પરિણામ ત્યારે તો જો,
ઓછા પડ્યા માર્ક તો સાંભળો પરિવારના બકવાસ,
આમ, જ એક્ઝામ આવે ને જાય,
એમાં તો આ બાળકો મૂંઝાઈ જાય.
