STORYMIRROR

Kamlesh Rabari Ghana

Fantasy

4  

Kamlesh Rabari Ghana

Fantasy

એવુ કેમ થાય છે ?

એવુ કેમ થાય છે ?

1 min
522

રાત અંધારી તો ગમે એક ચંદ્ર સાથે,

એ પણ દિવસ ઉગ્યે જોવાય નહિં. 

દિવસ ઉગતાં તો સૂરજ આવે,

તેના પહેલા ચંદ્ર ભાગી જાય છે,

ખબર નથી એવુ કેમ થાય છે.


પાંચ વર્ષ પછી પાપા પગલી પ્રાથમિકમાં,

ભણી લીધું ટીચરે ભણાવ્યુંં તે બધુ.

ભણતા તો આવડી ગયુ બધુ પણ,

એ રૂડું બાળપણ છુુટી જાય છે,

ખબર નથી એવુ કેમ થાય છે.


રમતા હતા તે અધુરી રમત રમીશુ કાલે, 

પોત-પોતાની ટીમ રહેશે કેપ્ટન હિસાબે.

રાત્રે આવેલી ઝાકળ મેદાનમાં ને રમત પુરી,

નવા દિવસે નવી રમતની શરૂઆત છે,

ખબર નથી એવુ કેમ થાય છે.


બીજુ બધુ તો ઠીક વિષય છે,

પણ ગણિતમાં લાગે બીક છે. 

જે ચેેેેપ્ટરના શીખ્યા દાખલા, 

એ ચેપ્ટરની રીત બદલી જાય છે,

ખબર નથી એવુ કેમ થાય છે.


સ્વાસ્થ્ય માટે સવારમાં કરીએ યોગ,

શાળાજીવનનો સમય જાય કરતા પ્રયોગ.

આ યોગમાંથી પ્રયોગ થઇ જાય છે, 

વારે ઘડીએ કંઇક પૂછે છે કમલેશ,

ખબર નથી એવુ કેમ થાય છે. 

    

✍ કમલેશ રબારી ઘાંણા 

આચાર્યશ્રી સનરાઇઝ સ્કુલ લાખણી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy