STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

રહસ્ય

રહસ્ય

1 min
207

જીવનના દરેક તબક્કે છે રહસ્ય,

માનવીની ભીતર છે રહસ્ય,


હસતા ચહેરાની વેદના ક્યાં કળી શકાય છે,

સ્મિત પાછળ છે સંતાડેલા કેટલાય દુઃખોના ભંડાર,


ઈશ્વરની સૃષ્ટિમાં છે લાખો રહસ્ય,

એના ભેદને આ પામર મનુષ્યથી ક્યાં ઉકેલી શકાય છે,


આ ઘમંડ કરે માનવી પોતાની બુદ્ધિ શક્તિ પર,

પણ એના વડે ક્યાં ઈશ્વરને પામી શકાય છે !


આવે જ્યારે વિચારોનો અંત,

ત્યારે શ્રદ્ધાની શરૂઆત થાય છે,


આ શ્રદ્ધા થકી જ આ ઈશ્વરને પામી શકાય છે,

આ ગૂઢ રહસ્યોથી ભરેલી છે જીવનની હરેક ક્ષ્ણ,


કઈ પળે શું થવાનું છે,

એ માનવી ક્યાં જાણી શકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy