ડિજિટલ પ્રેમ
ડિજિટલ પ્રેમ
હાય હેલ્લો નટખટ વાત
કેવી શરૂઆત ક્યાં પહોંચે વાત !
મિસ કોલ વોટ્સએપ
સોશિયલ મીડિયા
થાય એક નવી શરૂઆત
ધીરે ધીરે આકર્ષક થાય
એ શરૂ ડિજિટલ પ્રેમથી થાય
પ્રેમ લાગણી, રિસાઈ પણ જાય
પછી મનામણાં શરૂ પણ થાય
બસ હવે આટલે અટકો
ડિજિટલ પ્રેમમાં પડે ફટકો,
આજે તું છે ને કાલે બીજા
એવું માનનારા કેટલા બધા !
સફળતા તો કો'ક ને જ મળે
નહિ તો પસ્તાય ડિજિટલ પ્રેમ !

