ચાલને આપણે કવિ થઈએ
ચાલને આપણે કવિ થઈએ
ચાલને આપણે કવિ થઈએ,
ધરતીનો દૂર કરવા અંધકાર,
ચાલને આપણે રવિ થાઈએ,
દરિયાની શાહી બનાવી,
ધરતીનો બનાવી કાગળ,
ચાલને આપણે કવિતા લખીએ,
ચાલને આપણે કવિ થઈએ,
ઊગતા સૂરજ પાસેથી સોનેરી કિરણ લઈ,
આ હવા પાસેથી મહેક લઈ,
આ કોયલનો ટહુકો લઈ,
ચાલને કુદરતને શબ્દોમાં ચીતરીએ,
ચાલને આપણે કવિ થઈએ,
આ જર જર વહેતા ઝરણાંના ઝણકારને,
આ ટમ ટમ કરતા તારલિયાનાં પ્રકાશને,
આ ખળ ખળ વહેતી નદીને,
ગઝલમાં વર્ણવી લઈએ,
ચાલને આપણે કવિ થઈએ,
આ રખડું રાત સાથે થોડી વાત કરીએ
આ મનમોજી ચાંદ સાથે મુલાકાત કરીએ,
આમ કવિતાની શરૂઆત કરીએ,
ચાલને આપણે કવિ થઈએ,
ગ્રહો, નક્ષત્રો અને બદલાતી મોસમનો અહેસાસ કરીએ,
ઋતુઓથી તન મનને રંગી લઈએ,
આ ચાલ આ મનભાવન ઋતુઓની રજૂઆત કરીએ,
ચાલ છોડી મારું તારું ના ભાવ,
આપણે બની જઈએ એકબીજા ના સાવ,
સંસાર સાગર પાર કરવા લઈ લે સમજણની નાવ,
પછી ઈશ્વરને નહિ રહે આપણા માટે કોઈ રાવ
બસ અહમની કાચળી ઉતારીને તું આવ,
બસ ઈશ્વરના અસ્તિત્વની આમ કબૂલાત કરી લઈએ,
ચાલને આપણે કવિ થઈએ.
