શોધવા નીકળ્યો છે
શોધવા નીકળ્યો છે
કૂવો બુરીને પાણી શોધવા નીકળ્યો,
પોતાની અંદર રહેલા આત્મા ને ભૂલી પરમાત્માને શોધવા નીકળ્યો,
શબ્દોની ધારદાર તલવારથી સંબંધોનું ખૂન કર્યું,
હવે નવા સંબંધોની શોધમાં નીકળ્યો,
બાગમાં લગાડી આગ,
એ પાનખરમાં વસંત શોધવા નીકળ્યો,
પહેલા પવન બની બુઝાવી નાખ્યો સંબંધોનો દીપક,
હવે બુઝાઈ ગયેલા દીવા માટે, તેલ શોધવા નીકળ્યો છે.
