ગુલમહોર
ગુલમહોર
જેમ ગરમી વધુ પડે છે તેમ ગરમીમાં ગરમાળો અને ગુલમહોરના ફૂલો વધુ ખીલે છે.
ગુલમહોરના લાલચટ્ટક ને કેસરી ફૂલો ખીલી ઊઠતાં ગરમીમાં પણ
ઊઠતાં વૃક્ષોના ફૂલોના લીધે વાતાવરણ મનમોહકને કલરફૂલ બની જાય છે..
ડાળે ડાળ ટહુકતી નિરખી કોયલને
અને
કોયલ પણ ખીલતી ગુલમહોરનાં રક્તવર્ણાં કેસરી પુષ્પો સંગ.
છેડતી કોયલ તાર સપ્તકનો સૂર
અને
પછી તો-પોપટ, ચકલાં, કાબર, હોલો
બધાં મચી પડતાં મેળવવા એનો સૂર
જે જામે પછી સંગીતની મહેફિલ…
હરખાતી મનીપ્લાન્ટની વેલ
શરમાતી શરમાતી વીંટળાઇ જતી ગુલમહોરને.
