STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

3  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

નથી ફાવતું તો નથી ફાવતું...

નથી ફાવતું તો નથી ફાવતું...

1 min
227

ગમે સૌને બસ એટલું બોલવાનું નથી ફાવતું તો નથી ફાવતું,

બધું જાણીને ચૂપ થઈ બેસવાનું નથી ફાવતું તો નથી ફાવતું,


ભલે ને કોઈ ને વાણી મારી લીમડા જેવી કડવી લાગે તો લાગે,

વાતમાં ગણપણ લોભાવી છેતરવાનું નથી ફાવતું તો નથી ફાવતું,


કુદરત તરફથી મને મળેલા મારા રૂપ-સૌદર્યનો સંતોષ છે મને,

તન સાથે ચેનચાળા કરવાનું મને નથી ફાવતું તો નથી ફાવતું,


ભલે ને મને કોઈ પથ્થર કહી દે અને કોઈને ક્રૂર લાગું તો લાગે,

જરા વાતમાં આંસુઓ સારવાનું નથી ફાવતું તો નથી ફાવતું,


સ્વપ્નમાં તમે આવવાનું વચન આપીને પાળવાના હો તો વાત જુદી,

ફક્ત લોક લાજે મને ઊંઘવાનું નથી ફાવતું તો નથી ફાવતું,


ભલે ને કોઈકની નજરમાં મારી ગિરાવટ લાગે તો લાગે,

ખુદની નજરથી ગિરવું મને નથી ફાવતું તો નથી ફાવતું,


સંબંધ-મિત્રતા બધુ સાચવું છું છતાં ક્યાંક પ્રેમ દેખાઈ જાશે,

પ્રણય છે તો છે ખાનગી રાખવાનું નથી ફાવતું તો નથી ફાવતું,


ભલે ને હોય મોટા કે 'નાના' છતાં માન સૌનું પૂરેપૂરું આપું પરંતુ,

ઘટી જાય કદ એ રીતે ઝૂકવાનું નથી ફાવતું તો નથી ફાવતું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy