STORYMIRROR

Meet Prajapati

Romance Fantasy

3  

Meet Prajapati

Romance Fantasy

બસ ત્યારે તું આવે

બસ ત્યારે તું આવે

1 min
376

હું ક્યાં કહું છું સફરમાં મારી 

પગલે પગલે તું આવે, 


ભૂલીને બધું પડાવે સફરનાં

એક આશરો થઈ 'તું' આવે,


હું ક્યાં કહું છું સફરમાં મારી 

રસ્તો થઈને તું આવે,


પણ ભૂલું જ્યારે રસ્તો 

ત્યારે દિશા થઈ 'તું' આવે,


હું ક્યાં કહું છું સફરની મારી 

મંઝિલ થઈ તું આવે, 


બસ એકલતાની સફરમાં 

હમસફર થઈ તું આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance