મન છે ને યાર
મન છે ને યાર
રીમઝીમ વરસતા વરસાદને માણતું બહાર દોડી જાય છે..! તો ક્યારેક મંદ છંટાતી વાછંટને ઝીલતું બારીયે ટીંગાય છે..! મન છે ને યાર..! પસંદો એની બદલાય છે...!
ક્યારેક વ્હાલ બની વરસી જાય છે...!
તો ક્યારેક ક્રોધ બની કડકી જાય છે...!
મન છે ને યાર...! આવેગો એના બદલાય છે...!!
કારણ વિના ક્યારેક ઉદાસીનતામાં વહ્યું જાય છે....!
તો અમસ્તુ-અમસ્તુ જ ક્યારેક હર્ષે ભરાય છે...!
મન છે ને યાર...! લાગણીઓ એની બદલાય છે..!

