તારી યાદો લઈ આવતો
તારી યાદો લઈ આવતો
કૂંપળોને હસાવતો, ને’ કળીઓ ખીલવતો
વા' વાતો ને વાદળો લઈ આવતો
ને' સાથે તારા સ્પર્શની યાદો લઈ આવતો.
અજવાળા પાથરતો, ને' કલરવ કરાવતો
ઊગતો સૂરજ નવી આશા જગાડતો
ને' સાથે તારા સ્મિતની યાદો લઈ આવતો.
ભીનાશની ફોરમ ફેલાવતો, ને’ કુદરત જગાડતો
પહેલો વરસાદ ધરતીને નવજીવન અપાવતો
ને' સાથે તારા સાથની યાદો લઈ આવતો.

