STORYMIRROR

Meet Prajapati

Romance Inspirational

3  

Meet Prajapati

Romance Inspirational

શોધે જાઉ છું

શોધે જાઉ છું

1 min
235

રંગબેરંગી બાગ સમી દુનિયામાં હું, 

મારું શ્વેત શાંતિનું ફૂલ શોધે જાઉ છું.

રંગાઉ છું અનેક રંગ છતાં હું,

મારા શ્વેત શાંતિના ફૂલને શોધે જાઉ છું.


અસંખ્ય ઝગમગતા તારાઓમાં હું,

 મારા શીતળ શાંતિના ચાંદને પામવા જાઉં છું.

ઘેરાઉ છું અમાસના અંધારે છતાં હું, 

મારી આશાનું એક કિરણ શોધે જાઉ છું. 


અરીસા સમી દુનિયામાં હું, 

મારું પ્રતિબિંબ શોધે જાઉ છું.

જોડાઉ છું અનેકો સાથે છતાં હું, 

હજુય કોઈક મારું મીત શોધે જાઉ છું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance